સુરત શહેરના કાપડના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનારા આરોપીની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઇટના માધ્યમથી સુરતના કાપડના વેપારીને લૂંટનારા શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ધંધાકીય વ્યવહાર ચાલુ કર્યા હતા. તેમાંથી તેણે 53 લાખ 24 હજાર રૂપિયાથી વધુ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો છે.