સુરત શહેરમાં ફટાકડાના સ્ટોલ માટે ગત વર્ષ કરતાં ડબલ અરજીઓ આવી છે.
ફટાકડાના રો મટિરિયલ મોંઘા થતાં દિવાળી ટાણે ફટાકડામાં સીધા 30થી 40 ટકાનો ભાવ વધારો થયો છે. ઇંધણનો ભાવવધારો પણ જવાબદાર છે. જો કે, કોરોનામાં 2 વર્ષથી તહેવારોની ઉજવણી ઝાંખી પડી ગઈ હતી. હવે ગ્રહણ દૂર થતાં તમામ તહેવારોની જેમ દિવાળીમાં પણ ધૂમ ફટાકડા ફૂટશે. શહેરમાં ફટાકડાના સ્ટોલમાં પણ અધધ વધારો નોંધાયો છે. 2020માં 145 સ્ટોલ બાદ 2021માં 190 સ્ટોલને પાલિકાએ મંજૂરી આપી હતી. ત્યારે આ વર્ષે ફટાકડાનાં 318 જેટલા સ્ટોલ્સ માટે મંજૂરી માંગતી અરજી આવી છે, જેમાંથી 265 સ્ટોલની મંજૂરી આપી દેવામાં આવી છે અને વધુ સ્ટોલ્સને મંજૂરી મળે તેમ છે.