October 15, 2022 ઘણા સમયથી વડોદરાના આર્ટીસ્ટો ની માંગણી ને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડીબાગ ખાતે નવીન નિર્માણ થનાર આર્ટ ગેલેરીનું અને ફાયર બ્રિગેડ ના જવાનો કે જે ઘણા સમયથી પતરા ના શેડ માં બેસતા હતા તેમની સમસ્યાના નિરાકરણ અર્થે નવા ફાયર સ્ટેશન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા,શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો વિજયભાઈ શાહ, ધારાસભ્યશ્રી જિતેન્દ્રભાઈ સુખડિયા, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે , ડેપ્યુટી મેયરશ્રી શ્રીમતી નંદાબેન જોશી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી ડો હિતેન્દ્રભાઈ પટેલ, શાસક પક્ષ નેતાશ્રી અલ્પેશભાઈ લીંબાચીયા , દંડકશ્રી ચિરાગભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની સાથે અન્ય અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.