સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શુક્રવારે યોજાયો હતો. જેમાં 8753 જેટલા લાભાર્થીને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વઢવાણમાં શુક્રવારે મેળામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે મેળાના માધ્યમથી જિલ્લાના 8753 જેટલા લાભાર્થીને રૂ.1.5 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યા છે.ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકના લાભો સરકારે હાથો-હાથ આપ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, કલેકટર કે. સી. સંપટ,ડીડીઓ પી. એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી,કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.