October 14, 2022 ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબોને હાથોહાથ પહોંચાડવાના નિર્ધાર સાથે વડોદરા જિલ્લાના સાવલી ખાતે આયોજિત જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના કુલ 2431 જેટલા લાભાર્થીઓમાં કુલ રૂ. 69.41 કરોડના સાધન સહાયનું વિતરણ કર્યું હતું
આ કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી મનીષાબેન વકીલ, સાંસદ શ્રીમતી Ranjan Bhatt , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કેતન ભાઈ ઇનામદાર , જિલ્લા તથા તાલુકા પંચાયતના હોદેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.