ગુન્હાની વિગતઃ ગઇ તા , ૧૧ / ૧૦ / ૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ થી ૧૦/૧૫ દરમ્યાન ચલાલા ટાઉનમાં આવેલ “ શિવમ એગ્રો કેમિકલ્સ " નામની દુકાનના માલિક અશોકભાઇ અરજણભાઇ કાકડીયા , ઉ.વ ૫૩ , રહે.ચલાલા , તા.ધારી , જિ.અમરેલી વાળા પોતાની દુકાનેથી કુદરતી હાજતે બહાર ગયેલ , તે દરમ્યાન એક અજાણ્યા ઇસમે મોઢે રૂમાલ બાંધી દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી , ચાર વાર દુકાનની અંદર બહાર જઇ , દુકાનમાં ગલ્લામાં રાખેલ અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ ૧.૩૫,૦૦૦ / - ની રોકડ રકમની દિવસે ચોરી અને બીજો ઇસમ એક મોટર સાયકલ લઇને આવતાં , તેના મોટર સાયકલમાં બેસી નાસી જઇ , બંને ઇસમોએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ હોય , જે અંગે અશોકભાઇ અરજણભાઇ કાકડીયાએ ફરિયાદ આપતાં ચલાલા પોલીસ સ્ટેશન એ - પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૧૩૨૨૦૫૦૭/૨૦૨૨ , આઇ.પી.સી. કલમ ૪૫૪ , ૩૮૦ , ૪૧૪ , ૧૧૪ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું . અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચલાલા ટાઉનમાં બનવા પામેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ . વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી આરોપીઓ દ્વારા નાસી જવા માટે ઉપયોગમાં લઇ શકે તેવા તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરવામાં આવેલ હતાં . સી.સી.ટી.વી. ફુટેજના અભ્યાસ દરમિયાન આરોપીઓના વર્ણન અને તેમના મોટર સાયકલ અંગે માહિતી મળેલ હતી , જે આધારે આરોપીઓ અંગે તપાસ કરી , બંને આરોપીઓને ચલાલાથી ગોપાલગામ ગામ તરફ જવાના રસ્તેથી પકડી પાડવામાં આવેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) અહેમદ મુન્નાભાઇ ચામડીયા , ઉ.વ .૨૬ , ધંધો- રીક્ષા ડ્રાઇવિંગ , રહે.ગોંડલ , મોટી બઝાર , જીપારેક શેરી , તા.ગોંડલ , જિ.રાજકોટ . ( ૨ ) રવિ રમેશભાઇ ગોંડલીયા , ઉ.વ .૨૫ , ધંધો - મજુરી , રહે.ગોંડલ , સામા કાંઠા વિસ્તાર , તા.ગોંડલ જિ.રાજકોટ પકડાયેલ મુદામાલઃ રોકડા રૂ .૩૦,૦૦૦ / - તથા એક હીરો હોન્ડા ડી 1 / 2 ર સાયકલ GJ - 20-1-8322 કિં.રૂ .૨૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૫૦,૦૦૦ / - નો મુદ્દામાલપકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી પૈકી અહેમદ મુન્નાભાઇ ચામડીયા વિરૂધ્ધ રાજકોટ , જુનાગઢ , જામનગર જિલ્લાઓ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) કાલાવડ ટાઉન પો.સ્ટે . જિ.જામનગર ૬. ગુ.ર.નં ૨૬/૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૪૪૭ , ૩૮૦,૧૧૪ મુજબ ( ૨ ) માંગરોળ પો.સ્ટે . જિજુનાગઢ એ પાર્ટ ગુ.ર.નં ૫૭૧૪૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૮૦ , ૧૧૪ ( ૩ ) જામજોધપુર પો.સ્ટે . જિ.જામનગર ૬. ગુ.ર.નં .૪૫ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ , ૫૧૧ ( ૪ ) કાલાવડ પો.સ્ટે . જિ.જામનગર ફ . ગુ.ર.નં .૨૮ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ . ( ૫ ) જામજોધપુર પો.સ્ટે . જિ.જામનગર ફ.ગુ.ર.નં .૩૩ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૪૫૭ ૩૮૦ મુજબ ( ૬ ) જામજોધપુર પો.સ્ટે . જિ.જામનગર ફ.ગુ.ર.નં .૪૬ / ૨૦૧૮ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ , ૫૧૧ ( ૭ ) રાજકોટ શહેર બી.ડીવી પો.સ્ટે સે.ગુ.ર.નં .૧૧૨૦૮૦૫૧૨૧૦૨૯૬ / ૨૦૨૧ , જુગાર ધારા કલમ ૧૨ ( ૮ ) રાજકોટ શહેર કુવાડવા પો.સ્ટે . ૧ , ગુ.ર , ર્ન , ૧૭૫ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા એલ.સી.બી. ટીમ તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે , 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી.