સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાને 13 વર્ષ પૂર્ણ કરી 14માં વર્ષે સંસ્કૃતિ કાર્યક્રમ યોજી મંગલ પ્રવેશ કર્યો

પંચમહાલ જિલ્લામાં એક માત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ બહારપૂરા ગોધરામા ડૉ. સુજાત વાલી સાહેબ દ્વારા સદભાવના મિશન ક્લાસની શુંભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજનો નામાંકિત મશહૂર શિક્ષક ઈમરાન સાહેબ  લગાતાર મફત શિક્ષણ આપી શિક્ષણ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એક માત્ર આગળ લાવવા તે શિક્ષણ છે અત્યાર સુધી સેકડો બાળકોએ શિક્ષણ મેળવ્યું છે અને એમને રોજગારી મળી છે.

                આજે રોજ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાને 13 વર્ષ પૂર્ણ થતાં અને 14 મા વર્ષે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે નવી દિશા અને નવા નવા પ્રયોગો નવા કિરણો સાથે બાળકોને ઉત્સાહિત વધે માટે આ સંસ્કૃતિ કાર્યક્રમમાં બાળકોને ગીફ્ટ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેની ઉજવણી કરતાં ઉત્સાહિત એવા મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કેક કાપી એક બીજાને નવા વર્ષ નિમિત્તે બાબા રામદેવ પીર મંદિર ખાતે સંસ્કૃતિ ડાન્સ, બાળકોને ગીફ્ટ, સર્ટિફિકેટ અને ફરારી ચેવડો નમકીન આપી 14માં વર્ષે મંગલ પ્રવેશ કરતાં શિક્ષણ જગતનાં બાળકોનાં માનીતા ઉત્સાહી અને મહેનતું એવાં મુસ્લિમ સમાજનો શિક્ષકશ્રી ઈમરાન સાહેબને અભિનંદન શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં મારવાડી સમાજ, વાલ્મીકિ સમાજના વાલીશ્રીઓ, સ્થાનિક લોકો અને મહિલાઓ વગેરે આખા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહી એકતાની ભાવના સાથે શુભકામના પાઠવી હતી.

ડોક્ટર સુજાત જાત વલી સાહેબ અને તેમની ટીમ અને શિક્ષકશ્રી ઈમરાન સાહેબે તમામનો આભાર વ્યક્ત કર્યો છે જીવનમાં સારા નાગરિક તરીકે શિક્ષણ મેળવી નગરનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી