અમદાવાદ

ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં હથિયાર વહેંચતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 પિસ્ટલ અને 16 જીવતા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે ગ્રાહકો શોધી હથિયાર વહેંચવા માટે આવેલા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓમાં લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયારો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ મૂળ જામનગરના હોવાનું પણ ખૂલ્યું છે.ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મધ્યપ્રદેશથી પિસ્ટલ લાવીને સોશિયલ મીડિયામાં ગ્રાહકનો સંપર્ક કરી અમદાવાદના સરખેજ વિસ્તારમાં વેચવા આવ્યા હતા. આરોપીઓ 15 હજાર રૂપિયામાં એક હથિયાર લાવ્યા હતા અને 35 હજાર રૂપિયામાં વેચતા હતા.હાલ તો આ મામલે ક્રાઈમબ્રાંચે આરોપીઓની સધન પુછપરછ શરૂ કરી છે.