જાફરાબાદ આરોગ્ય વિભાગ ના સ્ટાફ દ્વારા પોરાનાશક સર્વે ની કામગીરી કરવામાં આવી
આજરોજ આરોગ્ય વિભાગ જાફરાબાદ સ્ટાફ, જેમા અર્બન હેલ્થ ઓફિસર જે એચ ગોસ્વામી સાહેબ, જિલ્લા મેલેરીયા સુપરવાઇઝર શ્રી જતીનભાઈ વ્યાસ સાહેબ, જાફરાબાદ અર્બન ના સ્ટાફ જાગૃતિ બેન FHW તેમજ આશાવર્કર બહેનો સાથે રહીને ઘેર ઘેર જઇને હેલ્થ કામગીરી કરાવડાવી અને તમામ સ્ટાફનો ખુબ સાથ સહકાર મળ્યો અને મારા પીપળીકાઠા વિસ્તારના શ્રી રામેશ્વર મહાદેવ મંદીર ના બધા જ ઘરે ઘરે જય ને પોરાનાશક સર્વે ની સરસ કામગીરી કરવામાં આવી તેમજ પીપલીકાંઠા વિસ્તાર મા લોકો ના આરોગ્ય ને ધ્યાન મા રાખી ને બહુ સરસ કામગીરી કરવામા આવી, આરોગ્ય ની કામગીરી, તેમજ સારી એવી સૂચનાઓ અને માર્ગદર્શન આપવા બદલ
પીપળીકાઠા વિસ્તારના નગરપાલિકા ના સદસ્ય શ્રી ધર્મેશભાઇ બારૈયા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.