સિહોર તાલુકાના ટાણા ગુંદાણા ગામે છેલ્લા બે થી ત્રણ વર્ષ થી ગૌચરની જમીનમાં થયેલ દબાણનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે ત્યારે કાલે માલઘારીઓ પોતાના પરિવાર અને માલઢોર સાથે તાલુકા પંચાયત કચેરીએ ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે. ગામડાઓમાં દિવસેને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. ભાવનગર જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર જમીનો પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા માલધારીઓ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે સિહોર તાલુકાના ટાણા ગુંદાણા ગામે ગૌચરની જમીન પર કેટલાક લોકો દ્વારા દબાણ કરી દેતા ગ્રામજનોએ જવાબદાર તંત્રમાં અનેકવાર રજૂઆત કરતા કોઈ ઉકેલ ન આવતા આખરે કંટાળી આવતીકાલે સિહોરની તાલુકા પંચાયત કચેરી ખાતે પરિવાર સાથે માલઢોર સાથે ઘેરાવ કરવાની ચીમકી ઊચ્ચારતા તંત્રમાં દોડધામ મચી છે ઉલ્લેખનીય છે કે જે જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તેજમીનગામના માલધારીઓ અને પશુપાલકો ગૌચરની તરીકે ઉપયોગ કરતા હતા અને તેમના પર આજુબાજુના માલધારીઓનો નિભાવ અને ગૂજરાન ચાલી રહ્યુ છે આ સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી દેવામાં આવે તો માલધારીઓની હાલત કફોડી બની છે