પોરબંદર જિલ્લામાં ઝેરી સાપ કરડવાના બનાવમાં વધારો નોંધાયો છે. એક જ અઠવાડિયામાં 14 લોકોને ઝેરી સાપ કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 14 લોકોને સાપ કરડવાના બનાવ સામે આવ્યા છે. ઝેરી સાપ કરડતાં તેઓ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જેમાં ખંભાળા ગામે રહેતી લલિતા વિરસિંગ બીજવાલ નામની 10 વર્ષીય બાળકી,હાથીયાણી વાડી વિસ્તારમાં રહેતી સુમન જુવાનસિંગ આદિવાસી નામની 17 વર્ષીય કિશોરી, રાવલ ગામે રહેતી રાધુબેન રોહિતભાઈ જમોડ નામની 22 વર્ષીય યુવતી,ઉદ્યોગનગરમાં રહેતી નગ્મા ઉમરખાંન પઠાણ નામની 16 વર્ષીય કિશોરી,  શ્રીનગર ગામે રહેતો ભૂરા લખમણ સોલંકી નામનો 12 વર્ષીય બાળક, કડછ ગામે રહેતા 55 વર્ષીય આધેડ સવદાસભાઈ કેશવ કડછા, ખીજદળ ગામે રહેતા સુરેશ બાબુ મકવાણા નામનો 20 વર્ષીય યુવાન, હનુમાનગઢ ગામે રહેતા સુરમાબેન જમરા નામની 50 વર્ષીય મહિલા, સિસલી ગામે રહેતા રણમલ રાજશીભાઇ પરમાર નામનો 30 વર્ષીય યુવાન, બેરણ ગામે રહેતો મુંજેશ નામનો 20 વર્ષીય યુવાન, ભારવાડા ગામે રહેતો રાજુ દેવાભાઈ ખુંટી નામનો 30 વર્ષીય યુવાન, ખાપટ માં રહેતા શૈલેષ રાજશીભાઇ કારાવદરા નામના 35 વર્ષીય યુવાન અને દેગામ વાડી વિસ્તારમાં રહેતો કાલી મનોહર આદિવાસી નામના 13 વર્ષીય કિશોર અને બળેજ ગામે રહેતો હર્ષદ ધનજીભાઈ ઢાંકેચા નામનો 7 વર્ષીય બાળકને ઝેરી સાપ કરડતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  સાપ કરડવાના બનાવ વધી થયા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.