દ્વારકાધીશની ચોખટેથી પ્રારંભ થયેલી ગુજરાત ગૌરવયાત્રા ગાંધી જન્મભૂમિ- સુદામાજીના શરણમાં વિરામ પામશે.પોરબંદર ખાતે સમાપન સમારોહમાં ભાજપના દિગગજ નેતા રહેશે ઉપસ્થિત.સાંસદ-ધારાસભ્ય-જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ ટિમ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ 

 દ્વારકાધીશની ચોખટેથી પ્રારંભ થયેલી ગુજરાત ગૌરવયાત્રા ગાંધીજીની જન્મભૂમિ અને કૃષ્ણ સખા સુદામા નગરી ખાતે તા. 18 ઓક્ટોબરના વિરામ પામશે, ત્યારે આ સમાપન સમારોહ માટે પોરબંદર ભાજપ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા. આ તમામ ગૌરવપૂર્ણ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, 24 કલાક વીજળી, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કામ ગુજરાતમાં થયું છે.

ગુજરાત ગૌરવ યાત્રા નું સમાપન પોરબંદર ખાતે થવાનું હોવાથી 
સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ ટીમ તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. પોરબંદરમાં યોજાનાર સમાપન સમારોહ કાર્યક્રમની વિગતવાર રૂપરેખા આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે તેમ ભાજપ મીડિયા સેલના કન્વીનર સાગર મોદી એ જણાવ્યું છે