સુરત શહેર ના નાનપુરામાં 40 ફૂટ ઊંડા પાણીના ટાંકામાં મજૂરનું પડી જતા મોત નીપજ્યું.

સુરતમાં પોતાના માતા-પિતાને મદદરૂપ બનવા માટે મજૂરી કામ કરતા એકના એક દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો, 40 ફૂટ ઊંડા ટાંકા માંથી…જાણો સમગ્ર ઘટના

સુરત શહેરમાં થોડા દિવસો પહેલા એક દર્દનાક ઘટના બની હતી. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાના ચાલી રહેલા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં 40 ફૂટ ઊંડા ટાંકામાં એક મજૂરી યુવકનું મૃતદેહ મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્ટેકવેલ ઉપર બનાવેલા હોલ પર આડાસ ઉભી ન હોવાના કારણે મજૂરી યુવક નીચે પડી ગયો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક પરિવારનો એકનો એક દીકરો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં લો લેવલે બ્રિજ નજીક વિસ્તારમાં ઇન્ટેકવેલની કામગીરી ચાલી રહી છે. આ સાઇડ ઉપર કામ કરી રહેલા મંથન નામના યુવકનું મૃતદેહ 40 ફૂટ ઊંડા ટાંકા માંથી મળી આવ્યું હતું. ત્યારબાદ મંથનના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું.

જે જગ્યાએ આ ઘટના બની તે સાઇડનું કામ હાલમાં બંધ છે. મૃત્યુ પામેલો મંથન આ સાઇડ ઉપર કામ કરતો હતો નહીં. મોડી રાત્રે મંથન શા માટે આવ્યો હોય છે અને અહીંયા તેની સાથે શું થયું હશે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે