પાટડીના માલવણ હાઇવે પર કચોલિયા ગામ પાસે ગાડી એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ. તેમજ કારનો પણ કચ્ચણઘાણ વળી ગયો હતો. મોરબીનો શખ્સ અમદાવાદથી પરત આવી રહ્યો ત્યારે કચોલિયા પાસે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ.અકસ્માત ઝોનમાં આવતા માલવણ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે મોરબીનો અજયભાઇ હસમુખભાઇ નિમાવત (રામાનંદી સાધુ) નામનો 35 વર્ષનો યુવાન પોતાની ક્રેટા ગાડી લઇને પુરઝડપે અમદાવાદથી મોરબી પરત આવી રહ્યો હતો. ત્યારે પાટડીના માલવણ હાઇવેના કચોલિયાના બોર્ડ પાસે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટનામાં કાર ચાલક અજયભાઇ નિમાવતને માથામાં અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી એને લોહિલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં મૃતક અજયભાઇ નિમાવતના પરિવારજનો મોરબીથી પાટડી સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PVR INOX IN PARTNERSHIP WITH CGR CINEMAS LAUNCH THE FIRST ICE THEATERS FORMAT IN SOUTH INDIA
PVR INOX IN PARTNERSHIP WITH CGR CINEMAS LAUNCH THE FIRST ICE THEATERS FORMAT IN SOUTH INDIA...
ભવન્સ કૉલેજ ડાકોરમાં કવિ ઉમાશંકર જોશી જયંતી ની ઉજવણી કરવામાં આવી.
ખેડા ઠાસરા
ડાકોર..
*ભવન્સ કૉલેજ ડાકોરમાં કવિ ઉમાશંકર જોશી-જયંતીની ઉજવણી કરવામાં આવી.*...
तालेड़ा क्षेत्र के ठिकरिया गांव निवासी युवती ने पिया कीटनाशक तबियत बिगड़ने पर एमबीएस अस्पताल में भर्ती
तालेड़ा क्षेत्र के ठिकरिया गांव निवासी युवती ने पिया कीटनाशक तबियत बिगड़ने पर एमबीएस अस्पताल में...
માનવતાની સુવાસ ફેલાવી: અસ્થિર મગજની મહિલાને વ્હારે આવ્યા યુવાનો,
સંજેલી નગર ખાતે અસ્થિર મગજની બે યુવતીઓ સંજેલીમાં કડકડતી ઠંડીમાં એકલવાયું જીવન પ્રસાર કરી થર-થર...