જુનાગઢ મહાનગરપાલિકા, ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર સ્વ.રાજુભાઈ

ગોવિંદભાઈ વાળા નું  રોજ ચાલુ ફરજ દરમ્યાન અવસાન થતા

તેમના આશ્રિત અને વારસદાર શ્રી ચંપાબેન રાજુભાઈ વાળા સ૨કા૨શ્રીના પ્રર્વતમાન

નિયમાનુસાર વારસદાર ને રહેમરાહે નોકરી મળવા અંગે મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ

પરમાર નાં વરદ હસ્તે આશ્રિત ઉમેદવાર શ્રી ચંપાબેન રાજુભાઈ વાળા નિમણુક ઓર્ડર

એનાયત કરાયો.તેમજ અત્રેની કચેરીના મંજુર થયેલ ભરતીના નિયમોને આધિન શૈક્ષણિક

લાયકાત અને યોગ્યતા ધ્યાને લઈ મહાનગરપાલિકા,જુનાગઢની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ

શાખામાં સફાઈ કામદાર તરીકે માસિક ફિકસ વેતન થી ૫(પાંચ) વર્ષ માટે નિમણૂક કરવામાં

આવેલ છે.આ તકે ડે.મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા,સ્થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ

પરસાણા,શાસક પક્ષના નેતા શ્રી કિરીટભાઈ ભીંભા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ