તળાજાના સરતાનપર બંદર ગામે વીજળીના કનેશન પ્રશ્નને લોકોની મોટી સંખ્યામાં જી.ઇ.બી કચેરીમાં ,સરપંચ હરેશભાઈ વેગડ સહિતના ગ્રામજનો દ્વારા 303 કનેક્શનના ફોર્મ ભરીને અરજી કરી હતી.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સૌથી મોટા સરતાનપર બંદર ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજળીનો પ્રશ્ન હોય આ બાબતને લઈને ગામના સરપંચ સહિતના યુવાનો વડીલો સહિતનાઓ મોટી સંખ્યામાં પી.જી.વી.સી.એલ કચેરી અને મામલતદારને અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સરતાનપર બંદર ગામના ઘણા બધા વિસ્તારોમાં આઝાદીથી આજદિન સુધી ઘણા બધા ઘરોમાં વીજ કનેક્શન નથી તો આ બાબતે પીજીવીસીએલ કચેરીમાં અનેક વખત રજૂઆતો પણ કરેલ હોવાનું જણાવ્યું હતું અને તેમ છતાં પ્રશ્નનો નિયંત્રણ આવ્યું નથી આજે ફરી 303 વિજળી કનેક્શન માટેના ફોર્મ પીજીવીસીએલ કચેરીએ આપ્યાં હતા પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું કે તેમના ફોર્મ પાલીતાણા ઓફિસ મોકલાયા છે
સરતાન પર બંદર તળાજા તાલુકાનું સૌથી મોટું ગામ હોય પરંતુ ગામના ઘણા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો પણ મળતો ન હોવાની ફરિયાદ અવાર નવર થતી હોય છે જેમાં ગામના ઘણા બધા ઘરોમાં વીજ કનેક્શન ન હોવાના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે જેને લઈને તાત્કાલિકના ધોરણે આગામી દિવસોમાં 303 વીજ કનેક્શન મળે તેવું નિરાકરણ લાવવા માંગણી કરી હતી.