ચાણસ્મા તલાટી ક્રમ મંત્રીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તલાટી ક્રમ મંત્રીઓની પડતર માંગણીઓ ન સંતોષાતાં રાજ્યભરના તલાટીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જતાં ચાણસ્માના તલાટીઓ પણ સમર્થન કરી અનિશ્ચિત હડતાલમાં જોડાયા.
ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે તલાટી ક્રમ મંત્રીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
નવ માસ પહેલા ગુજરાત ભરના તલાટીઓ તેમની કેટલીક પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પૂર્ણ થયાં હતાં પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયા ધારણ આપતાં રાજ્યભરના તલાટીઓ હડતાળ સમેટી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજ સુધી તેમની પડતર માંગણીઓ પૂર્ણ ન કરાતાં ફરીથી તા.૨/ ૮/૨૦૨૨ થી રાજ્યભરના તલાટીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને સંતોષવા હડતાલ પર ઉતરી ચાણસ્મા નાયબ મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. તાલુકાના તલાટીઓ પણ ફરીથી હડતાળ પર જતાં ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કામો રખડી જવા પામેલ છે.તેમજ આવકના દાખલા, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કેટલાક અરજદારોના કામો ન થવાના કારણે અરજદારો પણ હેરાન ગતીનો ભોગ બની ગયા છે કચેરીઓ ના ધક્કા ખાઇ પરત ફરી રહ્યા છે.તેમજ હડતાળ પર ગયેલા તલાટીઓ તા.૧૩/૮/૨૦૨૨ થી તા.૧૫/૮/૨૦૨૨ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પુર્ણ માન સન્માન સાથે ફરકાવવાનો રહેશે. બાકી પોતાના તમામ સરકારી કામકાજ પર સુબોધને હડતાલમાં જોડાશે તેમ તલાટી મંડળે જણાવ્યું હતું હાલમાં જે તે સેજામાં કામ કરતા તલાટીઓએ તેમની ચાવી અને પંચાયતના સિકકા સુપરત કરી આ અનિશ્ચિતતા હડતાળમાં જોડાયા હોવાનું પણ તલાટી મંડળે જણાવ્યું હતું.
રિપોર્ટ:-રાજેશ જાદવપાટણ