સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ની આગેવાની માં કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી.

આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. સુરત ખાતે આવીને તેઓ લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકા તેમજ સુરત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી 3400 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કરવાના છે. વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 12 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

જેની સામે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈ નું કહેવું છે કે, એક વ્યક્તિ પાછળ આટલો કરોડોનો ખર્ચો શા માટે? તેઓ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે તે સારી બાબત છે. પરંતુ આટલો બધો ખર્ચો કરવાની શા માટે જરૂર પડી? ૧૨ કરોડ રૂપિયા જેટલો ખર્ચો જે વડાપ્રધાનના કાર્યક્રમ માટે કરવામાં આવ્યો છે.

તેટલા રૂપિયા અન્ય કોઈ વિકાસ કાર્યોમાં રોક્યા હોત તો વધુ સારું થાત. સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં ઘણી જગ્યાએ જર્જરીત મકાનો છે. તે રિપેર કરાવી શક્યા હોત , તેમજ અન્ય જે સુવિધાઓ હજુ સુરતમાં બાકી છે તેમાં આ બાર કરોડ રૂપિયા વાપરી શકાયા હોત. કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે પ્રજાના ટેક્સના પૈસાનો મહાનગરપાલિકા વેડફાટ કરી રહી છે.