સુરત શહેરના સચિન વિસ્તારમાંથી ડુબલીકેટ ઘી બનાવતી ટોળકી ને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા.
સુરતના સચિન વિસ્તારમાંથી સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે. સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ટોળકીને ત્યાં તપાસ કરી કુલ 1. 58 લાખની કિમતનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ આ ઘટનામાં એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.સુરતના સચિન વિસ્તારમાંથી સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે. સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે આ ટોળકીને ત્યાં તપાસ કરી કુલ 1. 58 લાખની કિમતનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ આ ઘટનામાં એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.સચિન પોલીસે નકલી શુદ્ધ ઘી બનાવનાર ટોળકીને ઝડપી પાડી
સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. બાતમી મળી હતી કે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘીનું ઓટો રીક્ષામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સુમુલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી રિક્ષા ઝડપી પાડી હતી. આ ઘટનામાં પોલીસે રમઝાન ઉસ્માનગની શેખ, ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી. પોલીસે રિક્ષામાંથી 69900ની કિંમતના 1 લીટરના 130 પાઉચ, ત્રણ મોબાઈલ અને રિક્ષા કબજે કરી હતી. તેમજ પકડાયેલા ઘીના જથ્થાની સુમુલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાત્રી કરતા ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.