જીણજ મુકામે ૧ કરોડ ૬૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનશે.રાજ્ય સરકારે ધારાસભ્ય મયુરભાઈ રાવલની રજૂઆતને ગ્રાહ્ય રાખી જીણજ અને આસપાસના ગામોના લોકોને ખંભાત સુધી આવવું ન પડે અને ઘર આંગણે સારવાર મળી રહે તે હેતુસર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી છે.