રાજકોટના કોઠારીયા ચોકડી થી ગામ સુધીના રોડનું 6.50 કરોડના ખર્ચે રી-ડેવલોપમેન્ટ કામનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 18 કોઠારીયા ચોકડી થી કોઠારીયા ગામ તળ સુધીનો રસ્તો મુખ્ય માર્ગ વરસાદને કારણે તૂટી જવાની સમસ્યા રાજ્યભરમાં બની હતી ત્યારે કોઠારીયા વિસ્તારમાં પણ મુખ્ય માર્ગ ઉપરથી લોકોને નીકળવું ભારે મુશ્કેલીનો સામનો કરવા સમાન હતું. ચાલુ વરસાદ દરમિયાન અનેક આગેવાનોને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આજે મહાનગરપાલિકામાં રૂપિયા 6.50 કરોડના ખર્ચ શાસક પક્ષ ભાજપ દ્વારા રોડનું રીડ ડેવલોપમેન્ટ કરવા માટે આખરે આળસ મરોડીને પુરપાટ ગતિએ કામનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો

કોઠારીયા ચોકડી પાસેથી આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદીપભાઈ ડવ, સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ,શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા સાથે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ, મહિલા મોરચાના કાર્યકર્તાઓ બહેનો અને સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા