થરાદ પોલીસ સ્ટેશન નાં ગુનાનો નાસતો આરોપી ઝડપાયો
શ્રી બી.કે.ચૌધરી, પોલીસ ઈન્સપેકટર એસ.ઓ.જી પાલનપુર ના સૂચના અને માર્ગદર્શન મુજબ, એસ.ઓ.જી ના પરવેઝખાન અને સંજયસિંહ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી કામગીરી લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટીમને ખાનગી રહે બાતમી મળી હતી
તે મળેલ ખાનગી હકીકત આધારે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ગુ.ર.નં.૭૦૫/૨૦૧ પ્રોહી ક.૬૫,૧૧૬(૨) વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી (૧) સુરેશસિંહ ઉર્ફે સુરુભા ધનભા જાતે રાઠોડ રહે.ભાભર નવા તા-ભાભર વાળાને નવા ભાભર જોગણીમાં મંદિર મુકામેથી પકડી પાડી ભાભર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા