કડી પોલીસે છેલ્લા થોડાક દિવસોમાં ગેરકાનૂની ધંધાઓ ઉપર લાલ આંખ કરીને સપાટો બોલાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી પોલીસે ભટાસણથી સૂરજ જવાના રસ્તા ઉપરથી 11 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને રૂ. 1,23,000ના રોકડ રકમ સાથે મુદ્દામાલ ઝબ્બે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કડી તાલુકા તેમજ શહેરની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ ઉપર લાલ આંખ કરી છે. કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં તેમજ સરકારી વાહનમાં કડી તેમજ તાલુકાની અંદર પ્રોહિબિશન તેમજ જુગારને લગતી કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભટાસણથી સુરજ જવાના રોડ ઉપર કેટલાક ઈસમો ચીકુડીના ખેતરમાં પોતાના આર્થિક ફાયદા સારૂ જુગાર રમી રહ્યાં છે.

પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરતા ચીકુડીના ખેતરમાં જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. બાતમીની ખરાઈ કરીને પોલીસે કોર્નર કરીને 11 જુગાર રમતા જુગારીઓને કબ્જે કર્યા હતા. કડી પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ રૂ. 67,000 અને મોબાઇલ સહિત રૂ. 1,23,000નો મુદામાલ કબ્જે કર્યો હતો અને 11 ઇસમોની ધરપકડ કરીને ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતા ઇસમો

મન્સુરી સઈદભાઈ​​​​​​​
પ્રકાશજી મકવાણા
વસીમ મન્સુરી
સૈયદ રસુલભાઇ
અજય દંતાણી
સિરાજુદ્દીન કુરેશી
કિશનજી ઠાકોર
જીગ્નેશભાઈ દંતાણી
ઇરફાન સૈયદ
રાહુલ સોલંકી
શબ્બીર અલી સૈયદ