ગુજરાતમાં કોંગ્રેસનો જંડો લહેરાશે: વાંકાનેરમાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાઇગુજરાતમાં કોંગ્રેસનો જંડો લહેરાશે: વાંકાનેરમાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાઇ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે બુધવારે રાતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પરીવર્તન યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં યુવાનો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝાએ કહ્યું હતું કે, હાલમાં જે રીતે ગામે ગામ લોકો તરફથી જે આવકાર મળી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની જંડો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સોમનાથથી લઈને સૂઇગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, લલીતભાઈ કગથરા.કિશોરભાઇ ચિખલિયા, વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવિદ પીરજાદા, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયા, સકિલભાઇ પીરજાદા સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં પરીવર્તન યાત્રા યોજાઇ હતી અને ત્યારે વાંકાનેર તાલુકાનાં જુદાજુદા ગામોમાં કોંગ્રેસની આ યાત્રાને આવકારવામાં આવી હતી અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કુલ મળીને ૨૫૦૦ કિલો મીટરની આ યાત્રા યોજાવાની છે અને ત્યારે ગામે ગામ લોકો સુધી કોંગ્રેસની વાતને પહોચાડવા માટે રોડ શો, ખાટલા બેઠક વિગેરે કાર્યક્રમ યૂથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝાએ કહ્યું હતું કે, હાલમાં જે રીતે ગામે ગામ લોકો તરફથી જે આવકાર મળી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની જંડો લહેરાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હાલમાં પરીવર્તન યાત્રા દરમ્યાન ભાજપે ૨૭ વર્ષમાં ગુજરાતમાં લોકોની સુખાકરી માટે કોઈ કામ કરેલ નથી તેની સાચી વાત કહેવામા આવી રહી છે અને તેની સાથોસાથ ભ્રષ્ટાચાર, ખાનગીકરણ સહિતના મુદે લોકોને યુવાનો દ્વારા જ જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને યુવાનો હવે ભાજપની એસએમે મેદાને પડ્યા છે માટે ગુજરાતમા પરીવર્તન આવતા કોઈ રોકી શકશે નહીં તે નિશ્ચિત છેછે