સુરત શહેરના હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું.

હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે સાઇકલ સવાર યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું આ સમગ્ર મામલે હજીરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. મળતી વિગતો પ્રમાણે સુરતના હજીરા કોઝિટ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે સાયકલ સવારને લીધો હતો જેને લઈ સાઈકલ સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું આ ઘટનાને લઇ લોકોનું ટોળું એકઠું થયું હતું બનાવની જાણ પોલીસને કરવામાં આવતા હજીરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.