સુરત શહેરના ઓલપાડા તાલુકા ના સાયણ ની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમા યુવકની લાશ મળી આવી હતી.
ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં તણાઈ આવેલ એક યુવકની લાશ મળી આવી છે. જેના પગલે પોલીસે યુવક કોઈ કારણસર પાણીમાં પડતા ડુબી જવાથી મોત થયું હોવાના અનુમાન સાથે તપાસ શરૂ કરી છે. વિગત મુજબ મુળ રાજસ્થાન રાજ્યના ઝાલોર જિલ્લાના ખાંડાદેવલ ગામનો વતની ભુતારામ કરતારામ મેઘવાલ(ઉ. વ. આ. ૩૨)હાલમા ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં રહેતો હતો. તેની મૃત હાલતમાં તણાઈ આવેલ લાશ સાયણ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાઠાંની મોટી નહેરના પાણીમાંથી નારાયણ મુનિ નગર જવાના રસ્તા નજીકથી મળી આવી હતી. આ મામલે મૃતકના સબંધી સોમા૨ામ સવારામ મેઘવાલે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.