કન્યા વિદ્યા સહાય યોજના ને અનુલક્ષીને તારીખ ૧૫/૧૦/૨૦૨૨નાં શનિવાર નાં રોજ જાફરાબાદ મુકામે ભવ્યાતિ ભવ્ય લોકડાયરા નું આયોજન કરણભાઇ બારૈયા દ્વારા કરવામાં આવ્યુ છે.

તો આ ડાયરામાં પધારવા દરેક લોકોને ભા.જ.પા.નાં કરણભાઈ બારૈયા, કમલેશભાઇ બારૈયા, મનહરભાઈ બારૈયા , પ્રફુલભાઈ બારૈયા, દિનેશભાઈ ભાલીયા દ્વારા રદયપૂર્વક ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવમાં આવે છે.

મોદીજી (ભા.જ.પા.) નો પડ્યો બોલ (શબ્દ) ને જીલનાર ભા.જ.પા. પૂર્ણ કાલીન સદસ્ય એવા રાજુલા, જાફરાબાદ, ખાંભા, વિસ્તારના લોકપ્રિય અને દરેક સમાજના અડધી રાત્રીના હોંકારો અને દાનવીર એવા ભાઈશ્રી કરણભાઈ બારૈયા ને કાને દિકરીબા બેન નિ વાત આવે અને અને ભા.જ.પા. પાર્ટી ની કન્યા વિદ્યા સહાય યોજના નિ વાત આવે ત્યારે આ માયાળુ જીવ દાનવીર ભામાશા એવા પટેલનાં હુલામણા નામથી ઓળખાતા કરણ બારૈયા થી કેમે બેઠું રહેવાય?

કન્યા વિદ્યા સહાય યોજના ભાજપા પક્ષ દ્વારા અમલમાં મુકાતાજ કરણ પટેલે બીડું ઝડપ્યું અને આ યોજના ને પોતાનાં રદયમાં કંડારી લીધી અને આ યોજનાનો પૂરેપૂરો અમલ કરવા અને દીકરીબા બહેનો ના ભણતર ની વાત હોય ત્યારે દરેક દિકરીઓ ને મદદરૂપ થવા માટે જાફરાબાદ ખાતે G.S.C.L. ગ્રાઉન્ડ ખાતે એક ભવ્યાતિ ભવ્ય લોકડાયરા નું આયોજન તારીખ ૧૫/૧૦/૨૦૨૨ ને શનિવાર નાં રોજ ભા.જ.પા.પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ છે.

અને પ્રદેશ અઘ્યક્ષ પાટીલ સાહેબ પણ આ ડાયરામાં હાજર રહેવાના હોય.

અને આ ડાયરામાં નામી કલાકારો (૧) જીજ્ઞેશ કવિરાજ લોક ગાયક (૨) અલ્પા પટેલ લોકગાયક (૩) હકાભા ગઢવિ હાસ્ય કલાકાર (૪) દેવાયતભાઈ ખવડ લોક સાહિત્યકાર (૫) જીલુદાનભાઈ ગઢવી લોક ગાયક વિગેરે પાંચ-પાંચ નામી કલાકારો જાફરાબાદ મુકામે પધારવાના હોય,

તો આ "દીકરી વ્હાલનો દરિયો"એ કહેવત ને સાર્થક કરતાં અને દીકરીબાબેન ને જ્યારે ભણાવવાનિ વાત હોય,દીકરીબાબેન નાં રક્ષણ નિ વાત હોય, દીકરીબાબેન ને મદદ ની જ્યારે વાત હોય, ત્યારે આ ગુજરાત નિ, એમાયે સૌરાષ્ટ્ર ની એમાયે અમરેલી નાં કવિ કલાપી સાહેબ ની જન્મભૂમિ નાં માયાળુ માનવીઓ દીકરીબા બહેન ની આંખો માંથી આંસુડાં પડતા ભાળી ને પોતાની જાતની પરવા ન કરનાર એવી ખમીરવંતી જીવતી જાગતી ભામાશા, દાનવીરો, શૂરવીરો, સંતો, ભક્તો ની આં ભુમિનાં પોતે પરસેવો પાડી રાતદિવસ ટાઢ, તડકો, વરસાદ, ની ઋતુમાં પણ રાત્રિના અંધારા ઉલેશી ને બિલકુલ ઊપર આભ ઓઢીને ધરતીનું પાથરણું કરનારા જગતાત નું બિરૂદ મેળવનાર લાખો નાં પાલન હાર બિલકુલ અભણ ગામડિયા ખેડૂતો પોતાનાં ખેતરમાં અનાજ પકવી બીજાની જઠરાગ્નિને ઠારનાર કિસાન મીત્રો પણ આ લોક ડાયરામાં ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

અને આ ભા.જ.પા.પાર્ટીના કન્યા વિદ્યા સહાય યોજના ની પ્રથમ શરૂઆત આ અમરેલી જિલ્લામાંથી થવા જઇ રહી છે ત્યારે જ્યારે જ્યારે જરૂરિયાત અને આદેશો નું પાલન કરવાની વાત આવે ત્યારે શરૂઆત તો અમરેલી જિલ્લામાંથી જ થઇ છે અને ગુજરાતને પ્રથમ મુખયમંત્રીશ્રી (જીવરાજભાઈ મહેતા) અમરેલી જિલ્લાએ જ આપ્યા છે અને શરૂઆતી શ્રી ગણેશ અમરેલી એ જ કર્યાં છે તો આ બેન દીકરીબાની કેળવણી ની વાત આવી છે તે વાત ને સર્વ સમાજ ના મસીહા કરણ પટેલે અમરેલી જિલ્લા ની જનતા નાં સાથ સહકાર નાં ૧૦૦% આત્મ વિશ્વાસ થી મોદી સાહેબ નો પડ્યો બોલ ઝીલી લીધો છે તો આપ સર્વો નાં આ કાર્યક્રમ લોકડાયરા માં બહોળી સંખ્યા માં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.