સિહોર તાલુકાના થોરાણી ગામે વાડી વિસ્તારના ખેતરમાં અજગર દેખાતા લોકોમાં ડરનો માહોલ સાથે અફડા-તફડી મચી જવા પામી હતી અને વનવિભાગને જાણ કરાઇ હતી. અજય નામના યુવકે રેસ્ક્યુ કરી અજગરને પકડી વનવિભાગને સોંપી દિધો હતો. વનવિભાગ દ્વારા અજગરને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે છેલ્લા એક મહિનામાં વારંવાર અજગરે દેખા દીધી છે. સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સિહોર થોરાણી ગામે વાડી વિસ્તારમાં આવેલ ખેતરમાં મહાકાય અજગર દેતા જીવદયા કરતા કર્મચારીઓ ખેતરમાં દોડી આવ્યા હતા એને કોથળામાં પુરાયેલ અજગરને સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સિહોર પંથકમાં થોડા દિવસો થી મહાકાય અજગર દેખાતો હોઈ ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો અને ખેડૂતો એકલદોકલ જવાના બદલે કોઈને સાથે રાખીને ખેતરોમાં જવાનું પસંદ કરતા હતા. ખેતરમાં ચોમાસાની ત્રછતુમાં ખેતરોમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરી જેવા હોર-ઢાંખર ચરવા આવતા હોય સાથે ખેતરોના સીમાડા પણ ખેતમજૂરોથી ધમધમતા હોવાથી પશુપાલકો અને ખેતર માલિકોમાં ફફડાટ ફેલાયો છે સિહોર અને પંથકમાં નીકળતા પ્રેમી યુવક અને સ્થાનિક લોકોએ અજગરનું રેસ્ક્ક અજગરને લઇ લોકોમાં કકડાટ, કર્યું હતું.