આયુર્વેદ મુજબ જેના ત્રણ દોષ, સાત ધાતુ, તેર અગ્નિ સમ હોય અને

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેના આત્મા,મન અને ઇન્દ્રિયો પ્રસન્ન હોય એ સ્વસ્થ કહેવાય

 સમગ્ર રાષ્ટ્રમાં તા. ૧૪મી ઓકટોબરના રોજ સાતમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. હર ઘર હર દિન આયુર્વેદની ઉજવણીના ભાગરૂપે સાતમા આયુર્વેદ દિવસની ઉજવણી AYURVED FOR MENTAL, WELLBEING પર કરવામાં આવનાર છે. પહેલું સુખ તે જાતે નર્યા એમા ફકત શારીરિક સ્વસ્થતાની વાત નથી. સ્વસ્થ એટલે માત્ર રોગ અને માંદગીનો અભાવ નથી. આયુર્વેદ મતે સ્વસ્થની વ્યાખ્યા અલગ જ કરવામાં આવી છે. 

  સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુમલક્રિય: પ્રસન્નાત્મેન્દ્રિયમના: સ્વસ્થઇતિઅભિદિયતે

  આયુર્વેદ મુજબ જેના ત્રણ દોષ, સાત ધાતુ, તેર અગ્નિ સમ હોય અને જેના આત્મા,મન અને ઇન્દ્રિયો પ્રસન્ન હોય એ સ્વસ્થ કહેવાય. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ શારીરિક, માનસિક, સામાજિક રીતે સારા હોવાની અવસ્થાને સ્વસ્થ ગણેલ છે, ઉપરાંત આધ્યાત્મિક સ્વસ્થતાને પણ જરૂરી ઘટક ગણેલ છે. ઇન્દ્રિયો અને મનની પ્રસન્નતા સામાન્ય રીતે શારીરિક અને વિશેષ રીતે માનસિક અનુભૂતિઓ સાથે સંકળાયેલ છે.શરીરની અસર મન પર અને મનની અસર શરીર પર થાય છે.અત્યારે સ્પર્ધાત્મક વાતાવરણ, સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ,અનિયમિત જીવનશૈલી, રાજસીક અને તામસિક( પીઝા,બર્ગર જેવા ફાસ્ટફૂડ) આહારના કારણે સહનશક્તિ ઓછી થતાં બાળકોથી લઈ વૃધ્ધોમાં પણ ડીપ્રેશન,તણાવ, ચિંતાનું પ્રમાણ વધતાં માનસિક રોગોમાં ભારે ઉછાળો આવ્યો છે. આયુર્વેદમાં પણ ઉન્માદ,અપસ્માર જેવા માનસિક રોગોનો ઉલ્લેખ છે. મોટા ભાગના શારીરિક રોગોના મૂળમાં માનસિક અસ્વસ્થતા જ હોય છે. 

“વિષાદો રોગવર્ધનાનામ”

 આયુર્વેદના પ્રથમ પ્રયોજન ‘સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ’ મુજબ આયુર્વેદમાં માનસિક સ્વસ્થતા માટે સ્વસ્થવૃત, સદવૃતનું વિસ્તૃત અને સુંદર વર્ણન છે, તો આયુર્વેદના બીજા પ્રયોજન ‘આતુરના (રોગીના) રોગનું શમન’ અનુસાર આયુર્વેદમાં માનસિક રોગોની સચોટ સારવાર પણ છે. શારીરિક સ્વસ્થતા માટે દિનચર્યા, ઋતુચર્યાનું અને માનસિક સ્વસ્થતા માટે આચાર રસાયણ અને સદવૃતનું પાલન કરવું જોઈએ, જેનાથી મનોબળ મજબુત થઈ, માનસિક તણાવ દૂર થવાથી વ્યક્તિગત વિકાસ થાય છે.   

 મનના ત્રણ ગુણ છે,સત્વ,રજ અને તમ. સત્વ જ્ઞાન અને શુધ્ધતા દર્શાવે છે, રજ ક્રિયા અને જુસ્સાનું પ્રતિક છે, તમ જડતા અને અજ્ઞાનતા દર્શાવે છે. આથી રજ અને તમને ગુણ નહિ દોષ માને છે. રજ અને તમ વધતાં સત્વ ગુણ હ્રાસ થાય છે, સત્વ ગુણ ઘટતા વ્યક્તિની માનસિક શક્તિ, નિર્ણય શક્તિ, અને ભેદભાવ પારખવાની શક્તિ ઓછી થાય છે, જે લાંબા ગાળે માનસિક તણાવમાં પરિણમે છે.     

• સદવૃત્ત અને આચાર રસાયણ:- 

માનસિક રોગોથી બચવા શું કરવું??

ઈશ્વરમાં શ્રધ્ધા રાખી રોજ સ્નાન કરી પવિત્ર થઈ ઈશ્વર સ્મરણ કરવું, ધ્યાન કરવું, ધાર્મિક નિયમોનું પાલન કરવું, સત્ય,મધુર અને પ્રિય બોલવું, ધીરજ રાખવી, શાંત રહેવું, કર્મકુશળ અને વિચારોમાં સ્થિર રહી પોતાના દરેક કાર્ય, ફરજ નિષ્ઠાથી અને નિયમો તોડયા વગર તેમજ સારા-ખોટા નો નિર્ણય કરી કરવા, સજ્જન વ્યક્તિનો સંગ કરવો,બીજાને આપત્તિમાં મદદ કરવી, શક્તિ મુજબ દાન કરવું, કરુણા રાખવી, ઈશ્વર, ગુરૂ, વૃધ્ધજન, સ્ત્રી, ગાય, બ્રાહ્મણને માન આપવું, જગ્યા અને સમયનું યોગ્ય જ્ઞાન રાખવું.

માનસિક રોગોથી બચવા શું ન કરવું??

 ખોટું ન બોલવું, અભિમાની ન બનવું, ક્રોધ ન કરવો,ઉદંડ ન બનવું, અધિક બોલવું અને હસવું નહીં, દુર્જન,સંકુચિત માનસિકતા ન રાખવી, પાપી વ્યક્તિનો સંગ ન કરવો, હિંસા ન કરવી( કોઈને નફરત કરવી અને કોઈનું ખરાબ ઇચ્છવું એ માનસિક હિંસા છે), ગુરૂ, સજ્જન, ઉત્તમ વ્યક્તિની તેમજ કોઇની પણ નિંદા ન કરવી, ખૂબ હર્ષ, શોક, ક્રોધમાં કોઈ કામ કે નિર્ણય ન કરવા, કાર્ય સિધ્ધ થાય તો બહુ ખુશ ન થવું અને કાર્યની અસફળતામાં બહુ દુ:ખી ન થવું, આપણને પ્રેમ કરનાર અને આપણને આપત્તિમાં મદદ કરનારને ક્યારેય ન ભૂલવા, આપણું અપમાન કરનારને ક્ષમા કરી અપમાન યાદ ન કરવું, ફળની આશા રાખ્યા વિના સત્કર્મ કરવા.    

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.