ગુનાની વિગત : અમરેલી જિલ્લાના વડીયા - કુંકાવાવ તાલુકાના કોલડા ગામે મગનભાઇ શામજીભાઇ સોરઠીયા , ઉં.વ .૬૬ પોતાના પત્ની મંજુલાબેન સાથે એકલા રહેતા હતાં અને ખેતી કરતાં હતાં . ગઇ તા .૦૩ / ૧૦ / ૨૦૨૨ ના રાત્રિ દરમિયાન મગનભાઇ તથા તેમના પત્ની મંજુલાબેન તેમના ઘરે ઓસરીમાં સુતા હતાં તે દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ મગનભાઇના ઘરનો પાછળનો દરવાજો લોખંડની કોશ વડે તોડી , ચોરી / લુંટ કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કરેલ તથા ઓસરીમાં સુઇ રહેલા મગનભાઇ તથા મંજુલાબેનના ગળા દબોચવાનો પ્રયત્ન કરેલ , જેથી મગનભાઇ તથા મંજુલાબેન જાગી જતાં , ઝપાઝપી થતાં અને રાડા - રાડ કરવા લાગતાં આ અજાણ્યા ચોર ઇસમો નાસી ગયેલ , જે અંગે મગનભાઇ શામજીભાઇ સોરઠીયા , રહે.કોલડા વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા વડીયા પોસ્ટે.એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૨૦૩૭૨/૨૦૨૨ , આઇ.પી.સી કલમ ૩૯૩ , ૪૫૬ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી થયેલ રાત્રિના સમયે લુંટની કોશિષ જેવો ગંભીર બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલ અને તેમના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ વડીયા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા લુંટની કોશિષ જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ લૂંટનો પ્રયાસ કરી , નાસી જનાર અજાણ્યા આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. , તથા વડીયા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી , આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું . અમરેલી એલ.સી.બી. તથા વડીયા પો.સ્ટે.ની પોલીસ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ , શકદારોને ચેક કરવામાં આવેલ ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર દંપતીના સગા સંબંધીઓની પુછપરછ કરી , આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ . આરોપીઓ ગુનાને અંજામ આપી , નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી. ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ . આ ગુનો બનેલ તે વિસ્તારની તથા આજુ - બાજુના વિસ્તારની તમામ વાડીઓએ કામ કરતાં મજુરોની પુછપરછ કરવામાં આવેલ અને બનાવના સમયે તેઓની હાજરી ક્યાં હતી તે અંગે તપાસ કરવામાં આવેલ તપાસ દરમ્યાન એલ.સી.બી. ટીમે ટેકનીકલ સર્વેલન્સથી શકમંદ ઇસમોની તપાસ કરતાં એક ઇસમને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઉકાલા ગામેથી , એક ઇસમને મોરબી જિલ્લાના જીવાપર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી , એક ઇસમને વડીયા તાલુકાના તોરી ગામના વાડી વિસ્તારમાંથી અને એક ઇસમને મોટી કુંકાવાવ ગામના વાડીq વિસ્તારમાંથી રાઉન્ડ અપ કરી , તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી . પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) મુકામસીંગ ઉર્ફે મુકેશ ભોલીયાભાઇ માવી , ઉ.વ ૨૧ , ધંધો ખેત મજુરી રહે.ગામ કાલા તાડ ફળીયું , તા.કુકી , પોલીસ થાણું- ટાંડા , જિ : ધાર , હાલ રહે . કોલડા ગામ , સુરેશભાઇ બાવભાઇ સોરઠીયાની વાડીએ , તા.કુંકાવાવ વડીયા , જિ.અમરેલી,a ( ૨ ) દિલીપ મંગલ્યા વાસ્ક્રેલીયા , ઉં.વ .૨૨ , ધંધો , મજુરી રહે.ગામ - ડોબણી , માલપર , તા.કુકી , પોલીસ થાણું- ટોડા , જિ.ધાર , હાલ રહે . લેમોરેક્સ કંપનીના ક્વાર્ટરમાં , પીપળી જેતપુર રોડ , જીવાપર , સીયારામ ઓફિસની બાજુમાં , મોરબી ( ૪ ) વિક્રમ ફુલસીંગ ગાવડ , ઉ.વ .૨૦ , ધંધો , ખેત મજુરી , રહે.ગામ.જાબલી , લીંબડી ફળીયા . તા.જોબટ , જિ.અલીરાજપુર , હાલ રહે . મોટીq કુંકાવાવ ગામ , કાળુભાઇ માથુકીયાની વાડીએ , તા.કુંકાવાવ - વડીયા , જિ.અમરેલી . પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકત પકડાયેલ આરોપીઓ પૈકીનો મુકામસીંગ ઉર્ફે મુકેશ ભોલીયાભાઇ માવીનો મોટો ભાઇ સેકડાભાઇ છેલ્લા ચાર પાંચ વર્ષથી કોલડા ગામે ખેત મજુરી કરતો હતો અને છેલ્લે ફરિયાદી મગનભાઇના કુટુંબી ભાઇ સુરેશભાઇ બાવભાઇ સોરઠીયાની વાડીએ ખેત મજુરી કામ કરતો હતો , જેથી મુકામસીંગ ત્યા મજુરી કરવા આવતો જતો હોય અને તેઓ માલ સામાન લેવા વાડીએથી ગામમાં આવતા ત્યારે ફરિયાદીનું ઘર તેમણે જોયેલ હતું તથા તેમના ઘરની આજુબાજુની પરિસ્થિતીનો તાગ મેળવી લીધેલ હતો . ફરિયાદી મગનભાઇ પોતાના પત્ની મંજુલાબેન સાથે એકલા રહે છે અને આર્થિક રીતે સમૃધ્ધ છે , તેવી તેઓને પ્રથમથી જ ખબર હતી . ( ૩ ) હરસીંગ ઉર્ફે ગુડીયો ઉર્ફે ઠાકુર હીરાસીંગ માવી , ઉ.વ .૧૯ , ધંધો.ખેત મજુરી , રહે.ગામ - ઉકાલા , માવી ફળીયું , તા.કુકી , પોલીસ થાણું- ટોડા , જિ.ધાર , હાલ રહે , તોરી ગામ , ભરતભાઇ પૌશીયાની વાડીએ , તા.કુંકાવાવ વડીયા , જિ.અમરેલી , આ ગુનાને અંજામ આપવા મુકામસીંગ ઉર્ફે મુકેશ મોલીયાભાઇ માવીએ સબંધમાં પોતાના કુટુંબી જીજાજી એવા દિલીપ મંગલ્યા વાસ્કેલીયાને ફોન કરી , મોરબીથી કોલડા બોલાવેલ હતો , દિલીપ મંગલ્યા વાસ્કેલીયા મોટી , કુંકાવાવ પહોંચેલ ત્યારે મુકામસીંગે તેને લેવા માટે પોતાના ગામના હરસીંગ ઉર્ફે ગુડીયો ઉર્ફે ઠાકુર હીરાસીંગ માવીને મોકલેલ . મોટી કુંકાવાવ પહોંચેલા દિલીપ મંગલ્યા વાસ્કેલીયા તથા મોટી કુંકાવાવ ગામે વાડી વિસ્તારમાં રહેતાં પોતાના મિત્ર વિક્રમ ફુલસીંગ ગાવડને લઇને રસીંગ ઉર્ફે ગુડીયો ઉર્ફે ઠાકુર હીરાસીંગ માવી , કોલડા ગામે સુરેશભાઇ બાવભાઇ સોરઠીયાની તળાવ પાસે આવેલ વાડીએ ગયેલ . ત્યાં મુકામસીંગ ઉર્ફે મુકેશ ભોલીયાભાઇ માવી હાજર હતો , પછી ચારેય જણાએ ભેગા થઇને મોડી રાત્રે મગનભાઇ સોરઠીયાના ઘરે લુંટ કરવાનો પ્લાન બનાવેલ . રાત્રે બધા સુઇ ગયા બાદ આ ચારેય આરોપીઓ સુરેશભાઇની વાડીએ મોટર સાયકલ મુકીને , આ વાડીએ પડેલ લોખંડની કોશ લઇ , પગપાળા ચાલીને ફરિયાદીના ઘર પાસે ગયેલ અને ઘરની પાછળનો દરવાજો લાકડાનો હોય , લોખંડની કોશની મદદથી દરવાજો તોડી , મુકામસીંગ ઉર્ફે મુકેશ ભોલીયાભાઇ માવી તથા દિલીપ મંગલ્યા વાસ્કેલીયા એમ બે જણા ઘરની અંદર ગયેલ અને રસીંગ ઉર્ફે ગુડીયો ઉર્ફે ઠાકુર અને વિક્રમસીંગ એમ બે જણા ધ્યાન રાખવા માટે ઘરના દરવાજા ઉપર ઉભા રહેલ . અંદર જઇ , દિલીપે મગનભાઇને પકડી લીધેલ અને મંજુલાબેનને મુકામસીંગે પકડી લીધેલ અને તે બંનેના ગળાના ભાગે દબોચવા જતાં , બંને જાગી જતાં , ઝપા ઝપી થતા , રાડા - રાડ કરવા લાગતાં , આ ચારેય આરોપીઓ લોખંડની કોશ ત્યાં જ મુકીને નાસી ગયેલ . આ બનાવ બાદ દિલીપ મંગલ્યા વાસ્કેલીયા તથા મુકામસીંગ ઉર્ફે મુકેશ ભોલીયાભાઇ માવી એમ બંને જણા મધ્યપ્રદેશ પોત - પોતાના વતનમાં ભાગી ગયેલ . આ ગુનામાં પકડાયેલ મધ્યપ્રદેશના આરોપીઓએ ગુજરાત રાજ્યમાં અગાઉ આ પ્રકારના કોઇ ગુનાઓ કરેલ છે કે કેમ , તે અંગે પણ તપાસ શરૂ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લક્કડ , પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી.