વાવ સબ પોસ્ટ ઓફીસ બનાસકાંઠા ડિવિઝન, સમી સબ પોસ્ટ ઓફીસ, પાટણ ડિવિઝન અને પાર્સલ પેકેજીંગ યુનિટ નવરંગપુરા હેડ પોસ્ટ ઓફીસ, અમદાવાદનું ઉદ્ઘાટન

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા તા.12.10.2022ના રોજ પીનકોડની સ્વર્ણ જયંતિના અવસર પર સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરાયું. તથા પાર્સલ પેકેજીંગ યુનિટ નવરંગપુરા હેડ પોસ્ટ ઓફીસ, અમદાવાદ, વાવ સબ પોસ્ટ ઓફીસ, બનાસકાંઠા ડિવિઝન, સમી સબ પોસ્ટ ઓફીસ, પાટણ ડિવિઝનનું ઔપચારિક વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું. નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પાર્સલ બુકીંગ માટે આવતા ગ્રાહકોને પેકેજીંગ સુવિધા ખૂબ જ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અલગ અલગ માપના બોક્સ, પેકેજીંગ માટેની વસ્તુઓ, ફીલર્સ અને BOPP ટેપ વગેરે જેવી વસ્તુઓ આ પાર્સલ પેકેજીંગ યુનિટમાં ઉપલબ્ધ હશે. જેનાથી ગ્રાહકોને પાર્સલ મોકલવામાં સુવિધા મળી રહેશે. 

ઉપરોક્ત કાર્યક્રમ ભારતીય ટપાલ વિભાગ, ગુજરાત સર્કલના ઉત્તર ગુજરાત રિજન અમદાવાદ દ્વારા ઓડિયોરિઅમ, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ પ્રાંગણ, ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ (DOP) નાગરિકોને તેમના નાણાં ની બચત અને રોકાણ કરવાના માર્ગ તરીકે વિવિધ પ્રકારના ખાતા પ્રદાન કરે છે. આ યોજનાઓના ખાતાધારકોને પાસબુક આપવામાં આવે છે જેમાં નાણાંકીય વ્યવહારોની એન્ટ્રી કરવામાં આવે છે. વિભાગે એક ઈન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે જેના દ્વારા ખાતાધારક ખાતાના બેલેન્સ અને ખાતાના સ્ટેટમેન્ટને એક્સેસ કરી શકે છે. વધુમાં, બેલેન્સ ઇન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ પણ ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.જો કે, ખાતાધારકોને તેમના ખાતાના બેલેન્સ અને નાણાંકીય વ્યવહારો ઍક્સેસ કરવા માટે એક સરળ ઓનલાઈન સેવા પ્રદાન કરવાની જરૂર હતી. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ભારતીય ટપાલ વિભાગની POSB યોજનાઓના ખાતાધારકો માટે ePassbook એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી. ePassbook દ્વારા નીચેની સેવાઓ મળી રહેશે.

1.Balance enquiry 

2.Mini statement 

3.Full statement 

આ કાર્યક્રમ દરમ્યાન પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI)ના એજન્ટ માટે ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા, મુંબઈના સહયોગથી ટ્રેનિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) એ ભારતની સૌથી જૂની જીવન વીમા યોજના છે. તે 1 લી ફેબ્રુઆરી 1884 ના રોજથી શરુ થઇ અને સતત વ્યાપ વધ્યો છે.