મોંઘવારી તથા બેકારી અને બેરોજગારીથી અને પ્રજાને લગતી સમસ્યાઓને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ સવારે ૮:૦૦થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

કઠલાલ- કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી ના જણાવ્યા અનુસાર છીપડી સહિત ના તાલુકાના વિસ્તારો અને બજારો ના વેપારીઓ એ બંધ ને સમર્થન આપી સહયોગ આપી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યએ કોંગ્રેસ પ્રેરિત બંધના કાર્યક્રમને સફળ બનાવવા બંધના કાર્યક્રમમાં જોડાવા અને પૂરતો સાથ-સહકાર આપવા અપીલ કરી હતી. જોકે બંધ ને આંશિક પ્રતિસાદ મળ્યો હતો.