ખંભાત પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરની આંખ ઉપર ગાંઠ જેવી શંકાસ્પદ બિમારીથી ગ્રામજનોમાં અચરજ સર્જાઈ છે.ધુવારણ, કલમસર, મીતલી સહિતના ગામોમાં મોરની આંખ પર ગાંઠ જેવી બિમારીની ફરિયાદો મળી છે તેવું વનવિભાગના અધિકારી ડી.કે.મકવાણાએ જણાવ્યુ છે.જો કે આ વાયરસ નથી તેવી પણ સ્પષ્ટતા કરી છે.