ગાંધીધામમાં કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ દ્વારા યુવક યુવતીના પરિચયનું આયોજન
શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ ગાંધીધામ દ્વારા યુવક યુવતીના પરિચય સંમેલનનું પ્રથમ વખત આયોજન ગાંધીધામ મધ્યે ગાંધીધામ સમાજના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારત ભરમાં વસતા સમાજના અનેક યુવક યુવતીયોએ ઉત્સાહભેર ભાગ લીધો, આ કાર્યક્રમમાં વાગડ સાત ચોવીસી સમાજના દરેક પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સાહ પૂર્વક સહયોગ આપેલ. આ કાર્યક્રમમાં સંમેલનના હોદેદારશ્રીયો તથા માન્યમંડળના સભ્યોને આમંત્રણ અને માન આપીને પધારેલ અને કાર્યક્રમ ને બીરદાવેલ, યુવક યુવતીનો પરિચય સંમેલન સફળતા પૂર્વક હર્ષ અને આનંદથી પધારેલ તમામનો આભાર માની પૂર્ણ કરવા માં આવેલ.
આ પરિચય સંમેલનની રૂપરેખા તથા સફળ બનાવવા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ વારૈયા, ઉપપ્રમુખશ્રી કમલેશભાઈ વોરા,મંત્રીશ્રી ગૌતમભાઈ પુજ ,શીતલભાઈ ત્રેવાડીયા, હાર્દિકભાઈ મહેતા, વિનોદભાઈ વારૈયા, જયેશભાઇ સંઘવી, દીપકભાઈ બાબરીયા, સંદીપભાઈ લોદરીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*