સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં પકડવાના બાકી સહ આરોપી શાંતિભાઇ કરશનભાઇ શિયાળ રહે.ચાંચબંદર,તા.રાજુલા, જિ.અમરેલી,વાળાને રાજુલા મુકામેથી હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ ગુનાની વિગતઃ મ્હે.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ.શ્રી, એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ.બી.એમ.વાળા તથા બી.એસ.ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા રોહીતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ નાઓ દ્વારા સા.કુંડલા રૂરલ પો.સ્ટે.માં ગુ.ર.નં.૪૦૦/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ૧૮ મુજબના કામે પકડવાનો બાકી અને છેલ્લા દોઢેક માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં સહઆરોપી શાંતિભાઇ કરશનભાઇ શિયાળ રહે.ચાંચબંદર,તા.રાજુલા, જિ.અમરેલી,વાળાને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે સા કુંડલા રૂરલ પો.સ્ટે.ને સોપી આપેલ છે.પકડાયેલ આરોપીની વિગતઃ (૧) શાંતિભાઇ કરશનભાઇ શિયાળ ઉ.વ.૩૦, ધંધો.મજુરીકામ, રહે.ચાંચબંદર, તા.રાજુલા,જિ.અમરેલી, રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી