સિહોર ખાતે આવતીકાલે નિઃ શૂલ્ક યોગ શિબિર યોજાશે યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી અને યોગ સાધકો યોગ કરાવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી અને યોગ સાધકોની નિશ્રામાં આવતીકાલે ભાવનગરના સિહોર ખાતે નિઃશૂલ્ક યોગ શિબિર યોજાશે.રાજકોટ રોડ પર આવેલાં મરજી હોલ ખાતે યોજાનાર આ યોગ શિબિર સાંજે ૩-૩૦ થી સાંજે ૬-૦૦ કલાક દરમિયાન યોજાશે.

આ શિબિરમાં યોગ કોચ,યોગ સાધકો તથા સિહોરના નગરજનોને પધારવાં હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.