વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા દુબઇથી
પરત ફરતા નવા કપડા સહીતના સામાનનો રૂ. ૧૦, ૦૦૦/- ની કિંમતનો
ભૂલી ગયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ હતો
અરજદાર રેશ્માં મહમદભાઇ સાંઘ હાલ દુબઇ મૂળ જૂનાગઢના રહેવાસી
દુબઇથી પરત ફરેલ હોય અને રાજકોટ થી જુનાગઢ આવતા હોય અને
તેમની સાથે ઘણો સામાન સાથે હતો. જુનાગઢ મજેવડી દરવાજે ઊતરી
ગયા બાદ તેમને માલૂમ થયેલ કે તેમની સાથે રાખેલ એક થેલો ઇકો ગાડીમાં
ભુલી ગયેલ હતા જે થેલામાં રૂ. ૧૦, ૦૦૦/- ની કીંમતના દુબઇથી કપડા
ખરીદેલ હોય, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે વ્યથિત થઈ
ગયેલ હતા. રેશ્માંબેન દ્વારા આ બાબતની જાણ એ ડીવીઝન પો. સ્ટે. ના
પી. આઇ. એમ. એમ. વાઢેરને કરતા પી. આઇ. એમ. એમ. વાઢેર દ્રારા
નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી. એસ. આઇ. પી. એચ. મશરૂને
આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા અને એ ડિવિઝન પોલીસ દ્રારા
કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી નિલેષ જાજડીયા* તથા જૂનાગઢ
*જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા
તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી,
પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ
સૂચના કરવામાં આવેલ છે
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી એચ. એસ રત્નના માર્ગદર્શન હેઠળ એ
ડીવીઝન પો. સ્ટે. ના પી. આઇ. એમ. એમ. વાઢેર, પો. કો. કલ્પેશભાઇ
ચાવડા, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી. એસ. આઇ પી.
એચ. મશરૂ, પો. કો. હરસુખભાઇ સીસોદીયા, જીતુસીંહ જંજીયા,
કીંજલબેન કાંગડ, કુસુમબેન મેવાડા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી
રેશ્માબેન જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ
અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા* રેશ્માંબેન
મજેવડી ગેઇટ પાસે ઇકો ગાડીમાંથી ઉતરતા CCTV CAMERAમાં નજરે
પડેલ. CCTV ફૂટેજ દ્રારા તે ઇકો ગાડીનો નંબર GJ 11 CD 2515 શોધી
કાઢવામાં આવેલ
તે ઇકો વાહનના નંબરની માહિતી આધારે ઇકો ચાલકનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતુ. ઇકો ચાલકને એ ડિવિઝન પોલીસ દ્રારા શોધી
અને પૂછ પરછ કરતા તેમને પોતાની ઇકો ગાડીમાં કોઇ પેસેન્જર થેલો
ભુલી ગયાનુ ધ્યાને આવેલ પરંતુ આ થેલો કોનો છે? તે તેમને માલુમ ના
હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા રેશ્માંબેનનો રૂ. ૧૦, ૦૦૦ની કીંમતના સમાન
સહીતનો થેલો ગણતરીની કલાકોમાં પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ
દ્વારા પોતાનો ખોવાયેલ થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ
તાત્કાલિક સર્વેદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રેશ્માબેન દ્રારા જૂનાગઢ
પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી
કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને એ ડિવિઝન
પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા
રેશ્માંબેનનો કુલ રૂ. ૧૦, ૦૦૦/-ની કીંમતનો થેલો ગણતરીની કલાકોમાં પરત
અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર
છે, એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.