સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ

સુરત એરપોર્ટ ઓથોરીટી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના સંયુકત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મોકડ્રીલમાં એરપોર્ટ અથોરિટી દ્વારા સમગ્રતયા મોકડ્રીલનું આયોજન સફળતાપુર્વક પાર પાડયું હતું.

            સવારે ૧૧.૦૦ વાગે દિલ્હીથી મુંબઈ જનારી ફલાઈટને ચાર આંતકીઓએ હાઈજેક કર્યાના સમાચાર સુરત એરપોર્ટ ઓથોરીટીને મળ્યા હતા. ૧૧.૩૦ વાગે સુરત એરપોર્ટ ખાતે વિમાનનું લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. તત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ, જિલ્લા ડિઝાસ્ટરના જિલ્લા કલેકટરશ્રી, પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી. હાઈઝેક કરવામાં આવેલી ફલાઈટમાં ૭૫ મુસાફરો અને બે ક્રુ મેમ્બર તથા કેપ્ટન હતા. સુરત પોલીસ તથા સી.આઈ.એસ.એફ. દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીશ્રી અને નાયબ કલેકટરશ્રી જી.બી.મિયાણીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલરૂમમાંથી આંતકીઓ સાથે વાતચીત દરમિયાન તેઓએ રૂા.૨૦૦ કરોડની ડિમાન્ડ કરી હતી. ઉપરાંત વિમાનમાં ખોરાક પુરો મોકલવાના બહાને એન.એસ.જી.ના કમાન્ડશ્રી કમલેશની આગેવાની હેઠળ કમાન્ડોએ વીમાન નજીક જઈને તકનો લાભ લઈ આતંકીઓને ઝબે કર્યા હતા.

             મોકડ્રીલ દરમિયાન એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરીડોર, એરપોર્ટની ફરતે પુરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટની ટ્રાફીક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી. એરપોર્ટના ડાયરેક્ટશ્રી અમન સૈની, સી.આઈ.એસ.એફ.શ્રી નિલેશ ગૌર તથા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસની મદદથી મોકડ્રીલને સફળ બનાવી હતી.