સુરત શહેર માંગરોળના વસરાવી ગામની સીમમાં દીપડા નું મૃતદેહ મળી આવ્યું હતું.
માંગરોળ તાલુકાના વસરાવી ગામની સીમમાં આવેલ એક ખેતર માંથી થી મૃત દિપડો મળી આવતા વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ કાર્યવાહી શરૂ કરી હતી.
વસરાવી ગામના ખેડૂત ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ ભીખુ ના ખેતરમાં એક અંદાજિત સાડા ત્રણ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો આ ઘટના અંગે ગામના સરપંચ મુકેશભાઈ ચૌહાણદ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગ ની ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી હતી અને મૃત દીપડાનો કબજો લઈ પી એમ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો હાલના તબક્કે દીપડાના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા જણાતી નથી જેથી વન વિભાગ દ્વારા દીપડાનું કુદરતી મોત થયું હોવાનું અનુમાન થઈ રહ્યું છે હાલ આ મુદ્દે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.