બેટ દ્વારાકામાં ગત દિવસોમાં ગેરકાયદે દબાણ સરકારે દુર કર્યુ એ મામલે PM મોદીએ કહી આ વાત કહી હતી. સૌરાષ્ટ્ર ગુજરાતમાં PM એ કહ્યું કે, બેટ દ્વારાકામાં ગત દિવસોમાં ગેરકાયદે દબાણ સરકારે દુર કર્યુ આજે ભાજપના સમર્થકો અંહી મોટી સંખ્યામાં છે ત્યારે હું તમને ચેતવું છું કે હું દિલ્હી બેઠો છું એટલે બધુ દેખાય છે કે દિલ્હીથી ગુજરાત માટે કેવા ખેલ થઇ રહ્યા છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા તે લોકો ગુજરાતના અહિત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 

20 વર્ષ મને પણ હેરાન કરવામાં કશું બાકી રાખ્યુ ન હતું. ગુજરાતને બદનામ કરવામાં બાકી રાખ્યુ ન હતું. સોનાની જેમ ગુજરાત તપીને બહાર નીકળ્યુ છે. ચૂંટણી સમયે મારા માટે એવા અપ શબ્દો વપરાય જેમાં મોત ના સોદાગર થી લઇ કશુ બાકી ન રાખ્યુ તે સમયે ગુજરાતે દાત કચ કચાવીને મતદાન કરીને જવાબ આપ્યો તો પણ સુઘરતા નોહતા આ વખતે નવી ચાલ ચાલી રહ્યા છે તે સમજી લેજો. આ વખતે કોંગ્રેસ કોઇ સભા નથી કરતી, કોઇ પ્રેસ નથી કરતી. હવે કોંગ્રેસ મારા પર અપશબ્દો નથી બોલતી કારણ કે કોંગ્રેસ નવી ચાલ રમી રહ્યુ છે. કોંગ્રેસ હવે ચુપ ચાપ ગામડે ગામડે ખાટલા બેઠક કરી રહી છે. હોબાળા કરવાનો ગાળો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિગ કરી બીજી પાર્ટીને આપ્યો છે. ગુજરાતની જનતા ગુજરાત વિરોઘીઓનો ખેલ પરાસ્ત કરશે તેવો મને વિશ્વાસ છે.