સુરત શહેરમાં બારડોલી વિસ્તારમાં વૃદ્ધા ને વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું.

બારડોલીના તલાવડી વિસ્તારમાં ઘરના લોખંડના પગથિયાં પર ચઢતી વખતે યુવકને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા દાદા પણ વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. નસીબજોગ યુવકનો જીવ બચી ગયો હતો પરંતુ તેને બચાવનાર દાદા ગંભીર રીતે દાઝી જતાં સરદાર સ્મારક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતક ના પુત્ર નાસિરે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.