સાથે જ રર હાઈટેક ઓપરેશન થિયેટર્સ, ૧૨ આઈ.સી.યુ. આધુનિક લેબોરેટરી અને એક સાથે ૬૨ ડાયાલિસિસ કરવાની સુવિધા

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

• રૂ. ૧૪૦ કરોડના ખર્ચે નિર્મિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના નવા બિલ્ડિંગ 1-'સી'નું લોકાર્પણ: જેમાં જનરલ વોર્ડમાં બેડની સંખ્યા વધીને ૧૮૭ થશે તથા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ૪થી વધીને ૧૧ થશે સાથે જ લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધાનું લોકાર્પણ

• રૂ.૧૦૫ કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નવનિર્મિત ૧૦ માળની ૧૭૬ રૂમની હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ સાથે જ હૃદયની સારવાર માટે આધુનિક મશીનો તેમજ હૃદય અને ફેફસાં પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર સહિત વિશ્વકક્ષાની આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓનું પણ થશે લોકાર્પણ

ખાતમુહૂર્ત :-

• GMERS મેડિકલ કોલેજ- સોલા, અમદાવાદ ખાતે રૂ.૪૦૪ કરોડના ખર્ચે નિર્માણાધિન ૬૨૦ બેડની ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. જેમાં કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, પ્લાસ્ટિક સર્જરી, ન્યુરો સર્જરીની સ્વતંત્ર સુપર સ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ બનશે.

• સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ખાતે રૂ. ૪૮ કરોડના ખર્ચે મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ બનશે. 

• સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ખાતે રૂ. ૩૯ કરોડના ખર્ચે રૈનબસેરા તૈયાર કરવામાં આવશે.

• આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે ૧૨૫ બેડની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ(SDH) નિર્માણ પામશે. જેમાં ICU , PICU, NICU, SNCU, ઓપરેશન થિયેટર (મોડ્યુલર), પ્રસૂતિ રૂમ (પી.પી.યુનીટ), અદ્યતન સુવિધાસભર લેબોરેટરી,એક્સ-રે અને સોનોગ્રાફીની સુવિધાનો સમાવેશ થશે.

• અંજાર ખાતે રૂ. ૨૨ કરોડના ખર્ચે ૧૦૦ બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ થશે, જે અંજાર તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ બની રહેશે. આ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સમ્પન્ન હશે.

આરોગ્ય સેવાઓનો શુભારંભ :

• વન ગુજરાત – વન ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૬૬ કરોડના ખર્ચે રાજ્યના દરેક તાલુકા મથકે અને અંતરિયાળ વિસ્તારો સુધી ૧૮૮ ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત થયા.

• ગુજરાતના ૨૨ જિલ્લામાં રૂ. ૧૨ કરોડના ખર્ચે ડે કેર કિમોથેરાપી સેન્ટરોનો શુભારંભ થયો.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.