તા. ૧૧ ઓક્ટોબર, અમરેલી (મંગળવાર) પીસી-પીએનડીટી વિભાગ, આરોગ્યશાખા, અમરેલી દ્વારા તા.૧૦–૧૦–૨૦૨૨ના રોજ પીસી પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે નોંધાયેલ તમામ સોનોગ્રાફી ક્લિનિક હોસ્પિટલ. સંસ્થાઓનાં ડોકટરશ્રીઓ, ગાયનેક ડોકટરશ્રીઓ તથા બાળરોગ નિષ્ણાંતશ્રીઓનાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.ડી.ડી.શ્રી ડો.ફેન્સીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલા આ વર્કશોપમાં આઈ.એમ.એ. પ્રમુખશ્રી ડો.જી.જે.ગજેરા, અમરેલી, સીનીયર બાળરોગ તજજ્ઞશ્રીઓ ડો.એસ.આર.દવે તથા ડો.નીતીન ત્રિવેદી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ વર્કશોપમાં પી.સી. - પી.એન.ડી.ટી. એકટની અમલવારી તથા ગર્ભ પરિક્ષણ કરનાર તથા તેની માંગણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવશે તેવી માહિતી અને જનજગૃતિ પ્રસરાવવામાં આવી હતી. જિલ્લામાં જો કોઈ આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની માહિતી તંત્ર સુધી પંહોચાડવા માટે અપીલ કરવામાં આવી હતી, વધુમાં આ વર્કશોપમાં જોખમી માતાઓની ત્વરીત જાણકારી અને ફોલોઅપ કરવા સરકારશ્રી અને પ્રાઈવેટ ડોકટરોનાં સંકલન વધુ સુદઢ થાય તે માટે સંક્લન કરવા આહવાન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બાળરોગો ઘટાડવા તથા બ્રેસ્ટ ફીડીંગ વિશે હાજર રહેલા તમામ બાળરોગ નિષ્ણાંતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમીનારમાં તમામ પ્રાઈવેટ ક્લિનીકનાં સ્ટાફને સરકારશ્રી તરફથી ક્લિનીકનાં પાણીનાં સ્ત્રોતમાં કલોરીનેશન, સ્વચ્છતા અને નિયોનેટલ કેર માટે તાલીમોનું આયોજન કરવામાં આવશે અને તેમાં સહકાર આપવા ડો.ફેન્સી આર.ડી.ડી.શ્રી ઘ્વારા અપીલ કરવામાં આવી હતી. આ વર્કશોપમાં સીડીએચઓશ્રી ડો,જયેશ પટેલ, એડીએચઓ શ્રી. ડો.જોષી, તથા આરસીએચઓ શ્રી. ડો.સાલ્વી ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.