દાંતા બ્રેકિંગ..
દાંતામાં સરકારી અનાજનો ચાલતો કાળો કારોબાર...
અનેક અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનના કર્મચારીઓની મિલીભગત...
સરકાર કરોડોના ખર્ચે ગરીબો સુધી અનાજ પહોંચાડવા માંગે છે પણ આવા અનેક ભ્રષ્ટ લોકોના લીધે ગરીબ લોકો સુધી નથી પહોંચતું અનાજ...
એક તરફ લોકોને નથી મળી રહ્યું અનાજ જ્યારે બીજી તરફ અનાજની દુકાનમાંથી થઈ રહ્યું છે અનાજનનો કાળો કારોબાર...
સસ્તા અનાજની દુકાનમાં થી ઘઉં અને ચોખા પ્રાઇવેટ કટ્ટાઓમાં ભરી જાય છે વેચાવવા...
સરકારી કટ્ટામાંથી માલ નીકાળી અને ભરાય છે બીજા કટ્ટામાં..
આ તો એક ટ્રકના દ્રશ્યો સામે આવ્યા આવા તો કેટલા ટ્રક અને કેટલા ગરીબોનું અનાજ થતું હશે સગે વગે...
મામલતદાર,એસડીએમ અને ડીએઓ સહિતના અધિકારીઓ આ બાબતે કડક કાર્યવાહી કરે તે જરૂરી..
દાંતા વિસ્તારમાંથી કાળો કારોબાર થતા હોવાના દ્રશ્યો આવ્યા સામે...
જિલ્લા ડી.એફ.ઓ આવા ભ્રષ્ટ અને મીલી ભગત ચલાવતા કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરે તે જરૂરી...
ગરીબના અનાજ પર સરકારી બાબુઓ કરી રહ્યા છે મોજ...
ગરીબો સુધી નથી પહોંચી રહ્યું સરકારી અનાજ...
હવે જોવું એ રહ્યું તંત્ર કંઈ કાર્યવાહી કરે છે કે પછી જેસે ચલતે હૈ વેસે ચલને દો કી નીતિ અપનાવે છે...........રિપોર્ટર. ગોવિંદ ઠાકોર દાંતા.