પૂર્વ કચ્છ એલસીબીની કામગીરીએ'ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાથી શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટ્રક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છક , ગાંધીધામ મહેન્દ્ર બગડીયાનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઇ જે અન્વયે એલ.સી.બી. ની ટીમ એ'ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમ્યાન ગાંધીધામ ખાતે સી.જે.શાહ પેટ્રોલપંપ પાસેથી એક લોખંડનો ભંગાર ભરેલી ટ્રક શંકાસ્પદ મળી આવતા અને હાજ૨ મળી અવેલ ડ્રાઈવર પાસે પોતાની ટ્રકમાં ભરેલ લોખંડના ભંગારના કોઈ બીલ કે આધાર પુરાવા ન હોય આ લોખંડનો ભંગાર ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાઈ આવતા સી.આર.પી.સી -૧૦૨ મુજબ કબ્જે કરી તથા હાજર મળી ઇસમને અટકાયત કરી આગળની કાર્યવાહી માટે એ'ડીવીઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનને સોપવામા આવેલ છે
પકડાયેલ આરોપીનું નામ : ( ૧ ) શરદભાઇ અમરશીભાઈ કાપડી ઉ.વ .૨૮ ૨હે . દબડા તા.અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ : લોખંડનો ભંગાર ( કેપ ) વજન- ૧૦ ટન ૯૦ કી.ગ્રાકી.રૂ -૩,૫૩,૧૫૦ / ટ્રક ૨ જી.નં.જીજે - ૧૮ - એક્સ -૮૩૧૩ કી.રૂ -૫,૦૦,૦૦૦ / કુલ મુદામાલ કી.રૂ -૮,૫૩,૧૫૦ /
આ કામગીરીમા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*