જસદણના આંબરડી ગામે દરોડો ડોક્‍ટર, મેડિકલ સ્‍ટોર સંચાલક સહિત 3 લોકો ઓનલાઇન જૂગાર રમાડતાં ઝડપાયા વિછીયાના આંકડીયાનો ડોક્‍ટર, મેડિકલ સ્‍ટોર સંચાલક સહિત ત્રણ શખ્‍સ ઓનલાઇન જૂગાર રમાડતાં ઝડપાયારા રાજકોટ શહેર સાયબર ક્રાઇમનો જસદણના આંબરડી ગામે દરોડો : ચંદુ સોલંકી આંબેરડી ગામે તુલસી ક્‍લીનીક ચલાવે છેઃ તેની સાથે મેડિકલ સ્‍ટોરવાળા વિપુલ સોલંકી અને મજૂર મુકેશ સોલંકીની ધરપકડઃ એસીપી વી. એમ. રબારી, પીઆઇ જી. બી. ડોડીયા અને ટીમની કાર્યવાહી : હેડકોન્‍સ. શિવભદ્રસિંહ જાડેજા, કોન્‍સ. વિશાલ દેસાણીની બાતમીમો બાઇલ ફોનમાં ઓનલાઇન અલગ અલગ એપ્‍લીકેશનને આધારે જૂગાર રમાતો હોવાનું અનેક વખત સામે આવ્‍યું છે અને સમયાંતરે આવા શખ્‍સો પકડાતાં રહે છે. દરમિયાન રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે જસદણના વિછીયા તાબેના આંકડીયા ગામના એક ડોક્‍ટર, એક મેડિકલ સ્‍ટોર સંચાલક અને એક પ્રાઇવેટ નોકરી કરતાં શખ્‍સ સહિત ત્રણને મોબાઇલ એપ્‍લીકેશન પર જૂગાર રમતાં-રમાડતાં પકડી લઇ કાર્યવાહી કરી છે. ટેલિગ્રામમાં એક ગ્રુપ પણ બનાવી રાખ્‍યું હતું. તેના માધ્‍યમથી જૂગારની માહિતી પુરી પાડવામાં આવતી હતી.સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. વિશાલભાઇ દેસાણીએ ફરિયાદી બની આ બારામાં વિછીયાના આંકડીયા ગામના ચંદુ વાલજીભાઇ સોલંકી (ઉ.૩૩), મુકેશ વાલજીભાઇ સોલંકી (ઉ.૨૨) અને વિપુલ ચતુરભાઇ સોલંકી (ઉ.૩૩) વિરૂધ્‍ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.આ ત્રણેય શખ્‍સો પોતાના મોબાઇલ ફોનમાં મેન્‍ટ્રીમોલ્‍સ-MANTRIMALLS  એપ્‍લીકેશન દ્વારા ઓનલાઇન પૈસાની હારજીતનો જૂગાર રમતાં હતાં. મોબાઇલમાં ટેલીગ્રામ એપ્‍લીકેશન અંદર મેન્‍ટ્રીમોલ્‍સ ફ્રેન્‍ડસ ગ્રુપ નામની ચેનલ બનાવી હતી. જેમા઼ સંજય સોલંકી ગ્રુપ એડમીન હતો અને બીજા લોકો પૈસાની હારજીત કરતાં હતાં.પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સુચના અપાઇ હતી કે ઓનલાઇન એપ્‍લીકેશન અને સોશિયલ મિડીયાના માધ્‍યમથી જૂગાર રમાડવામાં આવે છે, આ દૂષણને ડામવા કામગીરી કરવી. જેના આધારે એસીપી સાયબર ક્રાઇમ વી. એમ. રબારી અને પીઆઇ જી. જી. બી. ડોડીયાની રાહબરીમાં ટેકનીકલ એનાલિસીસને આધારે તપાસ શરૂ થતાં હેડકોન્‍સ. એસ. એમસ. જાડેજા અને કોન્‍સ. વિશાલભાઇ દેસાણીને મળેલી બાતમીને આધારે એએસઆઇ જે. કે. જાડેજા, કોન્‍સ. ક્રિપાલસિંહ, પૃથ્‍વીરાજસિંહ સહિતના સ્‍ટાફે ઓનલાઇન સટ્ટા અગેની તપાસ કરતાંલોકેશન જસદણના આંબરડીનું મળતાં આંબરડી ગામે તુલસી ક્‍લીનીક નામના દવાખાને પહોંચતાં શકમંદ ચંદુ સોલંકી (ડોક્‍ટર) (ઉ.૩૩-રહે. આંકડીયા તા. વિછીયા) મળી આવ્‍યો હતો. તેની સાથે મુકેશ સોલંકી (રહે. આંકડીયા), વિપુલ સોલંકી (આંકડીયા) પણ બેઠા હતાં. જેમાં મુકેશ પ્રાઇવેટ નોકરી કરે છે અને વિપુલને  મેડિકલ સ્‍ટોર છે.આ ત્રણેયને સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશને લાવી તપાસ શરૂ કરતાં અને ડોક્‍ટર ચંદુ પટેલનો મોબાઇલ ચેક કરતાં તેમાં મેન્‍ટ્રીમોલ્‍સ નામની એપ્‍લીકેશન જોવા મળી હતી. જે ખોલીને ચેક કરતાં હોમ પેજ પર અલગ અલગ જ્‍વેલરીની જાહેરાતો અને ભાવ જોવા મળ્‍યા હતાં. બાજુમાં મેનુ વીન લખેલુ હોઇ તેની ઉપર અવેલેબલ બેલેન્‍સ જોવા મળી હતી. તેમાં તેની નીચે લાલ-લીલા ૦ થી ૯ આકડા જોવા મળ્‍યા હતાં.  ફોનમાં યુઝર આઇડીમાં લક્ષ્મી કૃપા લખ્‍યું હતું. તેમજ આઇડી નંબર હતાં. ટેલિગ્રામ એપ્‍લીકેશનમાં પણ સંજય સોલંકી નામથીે મેન્‍ટ્રીમોલ્‍સ ફ્રેન્‍ડઝ ગ્રુપ બનાવ્‍યું હતું અને તેમાં તે એડમીન એડમીન તરીકે હતો. તે બીજા લોકોને પૈસાની હારજીતનો જૂગાર રમાડવા માટે ટેલિગ્રામમાં માહિતી પુરી પાડતો હતો. આ રીતે અન્‍ય બે શખ્‍સો મુકેશ અને વિપુલના મોબાઇલમાં પણ આ એપ્‍લીકેશન મળી હતી અને તે પણ ઓનલાઇન જૂગાર રમાડતાં હોવાનું જણાતાં ગુનો નોંધી ૧૦ હજારના ત્રણ મોબાઇલ ફોન કબ્‍જે કરી ત્રણેયની ધરપકડ કરવામાં અવી હતી. એએસઆઇ જે. કે. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.