બે વર્ષથી નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

     બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ આપવામાં આવેલ હોય જેથી આજરોજ એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં.૩૮/૨૦૨૦ ઇ.પી.કો.ક.૪૫૨, ૫૦૬(૨), ૨૯૪(બી),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)આ૨,૩(૧)એસ વિગેરે મુજબનાં ગુના કામે છેલ્લા બે વર્ષથી નીચે મુજબનાં નાસતા ફરતા આરોપીઓને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) રૂપશી મેઘાભાઈ ડોલી ઉ.વ. ૨૫ રહે. ત્રંબો તા.રાપર

(૨) નાનજી ઉર્ફે નાનક રવાભાઇ કોલી ઉ.વ.૩૦ રહે. ત્રંબો તા.રાપર

આ કામગી૨ી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*