વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા ના ખેડૂતો ને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સમયસરવીજળી ન મળતા રજુઆત કરાઈ
વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા ના ખેડૂતો ને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વીજળી ન
મળતા ડભોઇ એમ.જી.વી.સી.એલ ખાતે લેખિત અરજી આપી વહેલી
તકે પૂરતા પ્રમાણ માં વીજપ્રવાહ તેમજ દિવસે સમયસર વીજળી આપવા
રજુઆત કરી હતી.સરકાર દ્વારા ઘણા સમય થી સૂર્યોદય યોજના ખેડૂતોના
હિત ખાતર અમલ માં મુકવામાં આવી છે જે યોજના અંતર્ગત ખેડૂતો ને દિવસે
8 કલાક વીજળી મળી રહે જેથી કરીને ખેડૂત મિત્રો ને વીજળી માટે રાત્રી
ઉજાગર ન કરવા પડે. પરંતુ ડભોઇ તાલુકા ના પાંચ જેટલા મુખ્ય ગામો માં
દિવસે સમયસર પૂરતી વીજળી મળતી નથી જેના કારણે ખેડૂતો ને વીજળી
માટે અડધી રાતે ઉઠી ને ખેતર માં પાણી માટે વલખા મારવા નો વારો આવતા
ખેડૂતો માં સરકાર ની યોજના અંગે રોષ જોવા મળ્યો હતો જેથી આજરોજ
પાંચ ગામ ના ખેડૂતો એમ.જી.વી.સી.એલ ઓફીસ ખાતે પહોંચી જઈ લેખિત
અરજી આપી પોતાની નારાજગી દર્શાવી હતી.તેમજ સૂર્યોદય યોજના ના નામે
ખેડૂતો ને લોલીપોપ આપવાનું બંધ કરી પૂરતા પ્રમાણ માં તેમજ સમયસર
વીજળી આપવા સરકાર ને અપીલ કરી હતી.સાથે જ આવનાર સમય માં
તેઓની માંગ સ્વીકારવામાં નહિ આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે
આંદોલન કરવામાં આવશે નું ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું.
 
  
  
   
  
   
  