પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ,પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ. એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.નાં હેડ કોન્સ. અરવિંદભાઇ પરમારને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, અલંગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૭/૧૯૯૮ ઇ.પી.કો. કલમઃ- ૩૭૬, ૩૯૫, ૩૯૭, ૪૫૦ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે આજીવન કેદની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતાં કેદી જીતુભાઈ બચુભાઈ સોલંકી રહે.હમીરપરા તા.તળાજા જી,ભાવનગરવાળા વચગાળાની જામીન રજા ઉપરથી ફરાર થઇ હાલ તેનાં ગામ હાજર છે.જે બાતમી આધારે હમીરપરા ગામે આવી તપાસ કરતાં જીતુભાઈ બચુભાઈ સોલંકી ઉ.વ.૪૫ રહે.હમીરપરા તા.તળાજા જી,ભાવનગર વાળા હાજર મળી આવેલ. જેથી આ પાકા કામનાં કેદીને હસ્તગત કરી રાજકોટ જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, ઇમ્તિયાજખાન પઠાણ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ તથા બ્રિજરાજસિંહ ગોહિલ સાહિતના જોડાયા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं