સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન માં ફરજ બજાવતો સેનેટરી સબ ઈસ્પેક્ટર દારૂ પીતા ઝડપાયો.
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન ખાતે ફરજ બજાવતો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ચાલુ ફરજ દરમિયાન જાહેરમાં દારૂ પીતા ઝડપાયો છે. રાંદેર વિસ્તારમાં આવેલ તાપી નદીના હનુમાન ટેકરી ઓવરા ખાતે જાહેરમાં તેના મિત્ર સાથે દારૂ પીતો હતો. દરમિયાન રાંદેર પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન બંને ઝડપાઈ ગયા હતા. પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા તેમાંથી એક સુરત મનપાનો કર્મચારી હોવાનું સામે આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં કલ્પેશ સેલર છેલ્લા ઘણા સમયથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (SSI) તરીકે ફરજ બજાવે છે. SSI કલ્પેશ સેલર વહેલી સવારે રાંદેર ઝોનમાં ફરજ પર આવ્યા બાદ ઝોન ઓફિસ ખાતે હાજરીનું પંચિંગ કરી જુદી જુદી સ્પોટ વિઝીટ પર નીકળી ગયો હતો. દરમિયાન રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરીમાં તાપી નદી ઓવરા ખાતે ચાલુ ફરજ દરમિયાન જાહેરમાં દારૂ પીવા લાગ્યો હતો. SSI કલ્પેશ સેલર તેના મિત્ર રવિ પરમાર સાથે હનુમાન ટેકરી ઓવારા ખાતે જાહેરમાં દારૂ પી રહ્યો હતો. દરમિયાન રાંદેર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ તપાસ કરી રહ્યા હતા. ત્યારે બંને જણા દારૂના વ્યસન લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી રાંદેર પોલીસ મથક લઈ આવી હતી. રાંદેર પોલીસે કલ્પેશ સેલર અને તેના મિત્ર રવિ પરમારની સામે દારૂ પીવાનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.